#યાદ_આવે_ઇ_શુરવીરો..!!



યાદ આવે ઇ શુરવીરો જે આ યુગમાં નથીં ભાળીયા,
કારણ ધરા માટે ધરબાઈ ગયા ઇ આ શુરવીર ના પાળિયા.

વાત હતીં ઇ વખતે વટની હવે વટવાળા નથીં ભાળીયા,
કારણ વટને ખાતર વેતરાઇ ગ્યાં ઇ આ શુરવીર ના પાળિયા.

પરોપકારી પુરા જીવ હતા ઇ જુગમા  હવે સ્વાર્થી બધે ભાળીયા,
કારણ એક તેતર ને કારણે મુળીમા ઉભા ઇઆ શુરવીરના પાળિયા.

વચન તણી કિંમત ઇ કરી જાણતાં હવે વિશ્વાસઘાતી ભાળીયા,
મર્યા પછી ચાંપરાજ ને સાંગાએ દિધા દાન ઇઆ શુરવીરના પાળિયા.

ગૌ બ્રાહ્મણ પ્રિતપાળ ઇ પુરા હવે ગૌ કત્લ થતીજોવાવાળા  ભાળીયા,
ગૌ કારણ વચ્છરાજ ને ભાથીજી થયા ઇઆ શુરવીરના પાળિયા.

દાતરી હતી રગે રગમા ઘણી હવે લોભીને  લાલચુ ભાળીયા,
દાતરી કારણ જગદેવજીએ માથું દિધુ ઈ આ શુરવીરના પાળિયા.

પ્રાણ સાટે ઇ પ્રેમકરતા ખરા હવે વસાનાના ભુખ્યા ભાળીયા,
પ્રેમ ખાતાર ખીમરો લોડણે લોહી દિધા ઇઆ શુરવીરના પાળિયા.

ખાનદાન અને ખંમીરવંતા હતા ઇ હવે એવા થાય એવા નથી ભાળીયા,
કહે વિરમદેવ ગામેગામ જોયા  આવા દાખલા ઇઆ શુરવીરના પાળિયા.

રચના: વિરમદેવસિંહ પઢીયાર

Share this

Related Posts

Previous
Next Post »