ધારી-અમરેલી ધ્રુજતા,ખાંભા થરથર થાય,
દરવાજા દેવાય,ઇ તો રોંઢે દી' એ રામડા !
વાટકી જેવડી વાવડી,રાવણ જેવો રામ,
ગાયકવાડી ગામ રફલે દબેડે રામડો !
ગરવો ગઢ ગિરનાર,ખેંગારનો શાપિત ખરો,
સંઘર્યો નહિ સરદાર,(નકર) રમત દેખાડત રામડો.
અંગ્રેજ અને જર્મન બે આથડે બળીયા જોધ્ધા બે,
એવું ત્રીજું તે ગીરમાં રણ જગવ્યું રામડા
દરવાજા દેવાય,ઇ તો રોંઢે દી' એ રામડા !
વાટકી જેવડી વાવડી,રાવણ જેવો રામ,
ગાયકવાડી ગામ રફલે દબેડે રામડો !
ગરવો ગઢ ગિરનાર,ખેંગારનો શાપિત ખરો,
સંઘર્યો નહિ સરદાર,(નકર) રમત દેખાડત રામડો.
અંગ્રેજ અને જર્મન બે આથડે બળીયા જોધ્ધા બે,
એવું ત્રીજું તે ગીરમાં રણ જગવ્યું રામડા

