ભારત વર્ષના પ્રસિદ્ધ વિદ્વાન ઇતિહાસકાર ગૌરીશંકર ઓઝા,ચિંતામણી,વેદવ્યાસ,રાજબલી પાંડેય,દશરથ શર્મા જેવા બીજા કેટલાય વિદ્વાનોએ રાજપૂતોને આર્ય ક્ષત્રિયોની સંતાન બતાવ્યા છે.તે ઉપરાંત વિદેશી વિદ્વાનોએ પણ તે મતનો સ્વીકાર કર્યો છે.આ વિષય પર ઇંગ્લેંડના મહાન શિક્ષાવિધ જ્હોન નેસ્ફિલ્ડ(John Nesfield-1836 to 1919)એ બ્રિટિશ ઇંડિયામાં અધિક સમય સુધી કાર્ય કર્યુ અને સર ડેન્જિલ ચાર્લ્સ જલ્ફ ઇબટસન(Sir Dengzil Charles Jelf Ibbetson)જેઓએ બ્રિટિશ ઇંડિયામાં ચીફ કમીશ્નર,લેફ્ટિનેન્ટ ગવર્નર જેવા ઉચ્ચ પદો પર કાર્ય કર્યુ હતુ.આ બંને મહાનુભાવોએ સ્વિકાર્યુ છે કે રાજપૂત લોકો આર્ય છે.તેઓ તે ક્ષત્રિયોની જાત છે જેઓએ વૈદિક કાળમાં ભારત પર શાસન કર્યુ હતુ.
ફ્રાન્સી વિદ્વાન યાત્રી ફ્રેન્કોઇસ બર્નિયર(Francois Bernier)એ "ટ્રાવેલ્સ ઇન ધ મુઘલ એમ્પાયર(Travels in the mughal empire)1665" માં એમના વિચાર પ્રકટ કરતા લખ્યુ છે કે 'રાજપૂત લોકો જ્યારે યુદ્ધ ક્ષેત્રમાં જતા હતા ત્યારે અંદરો અંદર એવી રીતે ગળે મળતા હતા જેમ કે તેઓએ મરવાનો પૂર્ણ નિશ્ચય કરી લીધો હોય.આવી વિરતાના ઉદાહરણ સંસારની બીજી જાતીઓ માં ક્યા જોવા મળે છે!! કયા દેશમાં આ પ્રકારની સભ્યતા,સંસ્કૃતિ અને સાહસ છે અને કોણે એમના પૂર્વજોના સિદ્ધાંતોને આટલી શતાબ્દીઓ સુધી અનેક સંકટો સહન કરતા પણ કાયમ ટકાવી રાખ્યો છે!'
કર્નલ વાલ્ટર લેસ્લે(Sir colonel Walter Lesile)ભુતપૂર્વ એજન્ટ ગવર્નર જનરલ રાજપૂતાનાએ એમના સંસ્મરણમાં લખ્યુ છે કે 'રાજપૂતોને એમના પ્રાચીન શૌર્ય પર ગર્વ કરવો ઉચિત છે કેમકે આપણો ધર્મ,સ્વાધીનતા તથા કૂળ મર્યાદાની રક્ષા માટે રાજપૂતોએ જે વીરતા ના કાર્ય કર્યા છે,જે પ્રકારેની વીરતા અને ગૌરવનો પરિચય આપ્યો છે.એવુ વિશ્વના કોઇપણ દેશના ઇતિહાસમાં જોવા નથી મળતુ.
રાજપૂત ચરિત્રમાં ચિતરાયેલા લે.કર્નલ જેમ્સ ટોડ(Lt Conlonel James Tod)એમના પ્રસિદ્ધ ઇતિહાસ ગ્રંથ 'એનલ્સ એન્ડ એંટીક્વીટીજ ઓફ રાજસ્થાન(Annals and Antiquities of Rajsthan)માં લખે છે કે વિલક્ષણ ચરિત્ર વાળા રાજપૂતોને છોડીને આ પૃથ્વી પર એવી કોઇ જાતિ નથી મળતી જે મહાન નિરાશા ની આટલી શતાબ્દીઓ સુધી તેમની હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાની રક્ષા કરી શકતી હતી.માનવ જાતિના ઇતિહાસમાં રાજપૂત જાતિ જ એક એવી જાતિ છે જે બર્બરતાના આઘાતનો ઉત્સાહથી સામનો કરી શકતી હતી અને પ્રહારોથી પડી-ભાગીને વધુ ઉત્સાહ સાથે ઉપર ઉઠી સકતી હતી અને આપત્તિઓનો પ્રસન્નતા પૂર્વક સ્વાગત કરતી હતી.
પોતાના ઉપર્યુક્ત પુસ્તકની ભૂમિકામાં શ્રી કર્નલ જેમ્સ ટોડ લખે છે કે દેશ ભક્તિ,સ્વામી ભક્તિ,પ્રતિષ્ઠા,આતિથ્ય સત્કાર અને સરળતા આ બધા સર્વ ગુણો રાજપૂતોમાં જોવા મળે છે.(High courage,patriotism,loyalty,honour,hospitality and simplicity are qualities which must once be connected to them)
રાજપૂતોના પરાક્રમના વિષયમાં કર્નલ જેમ્સ ટોડ પોતાના ઉદૄગાર વ્યક્ત કરતા લખે છે કે'રાજપૂત જાતિ એક એવુ લોખંડ છે કે જેને બીજા લોખંડ દ્વારા કાપી ના શકાય.સંપૂર્ણ વિશ્વમાં આ જાતિ બરાબર બીજા બહાદુર નથી થયા.રાજપૂત વિરતામાં પોતાના ઉદાહરણ સ્વયં પોતે છે.તેઓ સચ્ચાઇ માં સૂર્યની જેમ પ્રકાશવાન છે તો ચંન્દ્રમાં ની જેમ શિતળતા પ્રદાન કરવા વાળા પણ છે.'
કર્નલ ટોડે લખ્યુ છે કે રાજસ્થાનમાં એવુ નાનામાં નાનુ રાજ્ય નથી જ્યાં થર્મોપોલી જેવુ યુદ્ધ ના થયુ હોય."There is not a petty state in rajasthan that has not had it's thermopylae"-Annals and Antiquities of rajasthan(એનલ્સ એન્ડ એન્ટીક્વીટીજ ઓફ રાજસ્થાન ભાગ-૧)
ઇંગ્લેંડના પ્રસિદ્ધ ઇતિહાસકાર Mr.james talboys wheeler( જેમ્સ ટેલબોય વ્હીલર)એ History of india(હિસ્ટ્રી ઓફ ઇંડિયા)માં લખ્યુ છે કે રાજપૂત જાતિ ભારતમાં સૌથી કુળવાન અને સ્વભિમાની છે.સંસારમાં કદાચ જ કોઇ એવી જાતિ હશે જેમની ઉત્પતિ આટલી જુની અને શુદ્ધ હોય.તેઓ ક્ષત્રિયજાતિ ના ઉચ્ચ વંશજો અને જાગીરદાર છે.તે વીરલોકો ગરીબ અને અનાથો ના રક્ષક હોય છે.અપમાનને ક્યારેય સહન નથી કરતા અને તેઓ માતા-બહેનો અને અન્ય સ્ત્રીઓની પૂર્ણ રક્ષા કરવા વાળા હોય છે.(The Rajput race is the noblest and proudest in india with the exception of the jews,there is perhapes no people of higher antiquity of purer descent.they form a military aristocracy of a feudal typs.they are brave and chivalrous,keenly sensitive to an affront,and especially jealous of their women)
મુઘલ શાસક અકબરનાં નવરત્નોમાંથી એક અબ્દુલ ફજલે એમની પુસ્તક "અકબરનામા" માં લખ્યુ છે કે 'વિપત્તિ સમયમાં રાજપૂતોનુ અસલી ચરિત્ર જાજ્વલ્યમાન થાય છે.એવા સમયમાં રાજપૂત સૈનિક રણક્ષેત્રથી ભાગવાનુ જાણતા જ નથી પરંતુ જ્યારે લડાઇ નુ સ્વરૂપ સંદેહ જનક હોય તો તેઓ પોતાના ઘોડાઓથી ઉતરીને લડવા લાગી જાય છે અને વિરતા પૂર્વક લડતા-લડતા પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા હોય છે.
પુરાતત્વવિદ તથા ઇતિહાસકાર જગદીશસિંહ ગહલોત એ "રાજસ્થાનના રાજવંશ" નામક ગ્રંથમાં લખ્યુ છે કે રાજપૂતોનો ઇતિહાસ; શૌર્ય,સાહસ,દેશભક્તિ અને અવિશ્વશનીય ત્યાગથી અભિભૂત છે.સ્વતંત્રતા અને રાષ્ટ્રીયતા ની ભાવના રાજપૂતોમાં અંતિમ સમય સુધી રહી છે.રાજપૂતોના રાજ્ય તથા શાસન વ્યવસ્થા નું વિવરણ પ્રસ્તુત કરતા પંજાબ વિશ્વવિદ્યાલય ચંડીગઢના 1976-1977 ઇસ્વીસનની પ્રથમ વર્ષની પુસ્તક 'પ્રાચીન ભારતનો ઇતિહાસ'ના અંતર્ગત રાજપૂત શાસનકાળમાં પ્રજા વધુ સુખી હતી,મોટા મોટા નગરો હતા જે વ્યાપારના કેન્દ્રો હતાં,રાજપૂતોના વ્યવહારો સારા હતા,કર ઓછો હતો અને ભૂમિકર પણ હલ્કો હતો,દેશમાં શાંતિ હતી અને પ્રજાની રક્ષા કરવામાં આવતી હતી.રાજપૂત પ્રજાની સેવા અને રક્ષા કરવાનુ પોતાનુ પહેલુ કર્તવ્ય સમજતા હતા.
રાજપૂત વિરાંગનાઓ માટે આ ગ્રંથમાં આ પ્રકારે લખ્યુ છે:-'રાજપૂતાણીઓ પણ વિરતા માં પુરૂષોથી પાછળ નથી હોતી.તેઓ પવિત્ર આચરણ વાળી અને પવિત્રતા હતી.વિપત્તિનાં સમયમાં તેણીણીઓ સાહસ અને વિરતાનો પરિચય આપતી હતી.જેનુ ઉદાહરણ સંસારના કોઇપણ અન્ય ઇતિહાસમાં શોધવા છતા પણ નહી મળે.'રાજપૂત સુંદરીઓએ પણ પોતાના પ્રત્યે આકર્ષિત પતિને કર્તવ્ય-વિમુખતા થી બચાવવા માટે ત્યાગ,તપ અને બલિદાનનો પરિચય સમય-સમય પર કેટલીયવાર હાડી રાણી સહલકુંવર જેવી દેવીઓએ આપ્યો છે.જેવી રીતે સલુમ્બર રાવલ રતનસિંહ ચુંડાવતના યુદ્ધક્ષેત્રમાં જતા પહેલા પોતાની પત્નિ પ્રત્યે આકર્ષિત થઇને રાણી જોડે સેનાની(ચિન્હ)માંગ્યુ તો રાણી સહલકુંવરે એ માથુ કાપીને આપતા કહ્યુ કે શ્રી ચુંડાવતજી ને કહેજો કે માતૃભૂમીની રક્ષા કરજો.આવા જ પ્રકારના વિચાર કુરુક્ષેત્ર યુનિવર્સિટીમાં ડૉ.કે.સી.યાદવ અને પ્રો.ડી.બી.મલિક દ્વારા લિખિત "ભારતનો ઇતિહાસ"ચોથા સંસ્કરણ પૃષ્ઠ ક્રમાંક 138 માં લખ્યુ છે કે રાજપૂત લોકો વીર,ઇમાનદાર અને સત્યવાદી હોય છે.કોઇનાથી વિશ્વાસઘાત કરવો એ પાપ સમજતા હોય છે.તેઓ પોતાના વચન માટે પાક્કા હોય છે.કહેવાય છે કે'રઘુકુળ રીત સદા ચલી આયી,પ્રાણ જાયી પણ વચન્ન ન જાયી.'
ભારતીય સંસ્કૃતિના અદ્વિતિય સમર્થક અને સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતી મહારાજજી એ 1875 ઇ.સ.માં પુના પ્રવાસ દરમિયાન બારમાં પ્રવચનમાં પોતાના વિચાર પ્રકટ કરતા કહ્યુ હતુ કે અર્જુનની મત્સ્યવેદ વિદ્યામાં જબરી પ્રશંસા કરવામાં આવે છે.પરંતુ એ વાત ના સમજો કે આપણાં દેશમાં એવા યોગ્ય અને શૂરવીર પુરૂષ નથી રહ્યા.મેં ખુદ રાજપૂત લોકોને મત્સ્યવેદથી વધુ કઠીન પરિશ્રમ કરતા જોયા છે(પુના પ્રવાસ).
રાજપૂતોની વચનબદ્ધતા વિશે સ્વામી વિવેકાનંદજી કહે છે કે'Rajput would rather die than break his promise'-રાજપૂત મરી જશે પણ પોતાનુ વચન નહી તોડે.
"History of British India"(હિસ્ટ્રી ઓફ બ્રિટિશ ઇંડિયા)ના લેખક જેમ્સમિલ(James Mill)લખે છે કે 'To bear arms is the principle duty of the khsatria's-શસ્ત્ર ધારણ કરવા ક્ષત્રિયોનુ મુખ્ય દાયિત્વ છે'
રાજપૂતોમાં અંદરો-અંદરની ફૂટ અને ઇર્ષાઓ વિશે કટાક્ષ કરતા કર્નલ જેમ્સ ટોડ(Colonel James Tod)પોતાની પુસ્તક'Annals and Antiquities of Rajsthan'( એનાલ્સ એન્ડ એન્ટીક્વીટીજ ઓફ રાજસ્થાન)માં લખે છે કે'Let us take the rajput character from the royal historians themselves from Akbar,Jahangir,Aurangzeb.The most briliant conquest of these monarch's were by Rajputs only.'( આવો આપણે રાજપૂત ચરિત્ર ને શાહી ખાનદાન ના ઇતિહાસકારો ની નજરે થી જોઇએ તો ખબર પડે છે કે અકબર,જહાંગીર અને ઔરંગઝેબ આ બાદશાહો ની સૌથી શાનદાર વિજય કેવળ રાજપૂતો દ્વારા જ સંભવ થઇ શકી હતી.)
*મૂળ :-स्वामी धर्मबन्धु लिखित 'राष्ट्रीय स्वाभिमान का प्रतीक:क्षत्रिय'માંથી.
સંપાદક:-ચેતનસિંહ ઝાલા(ગુંજાલા).